રાધા બોલાવે
રાધા બોલાવે
રાધા બોલાવે
રાધા બોલાવે અને કાનો ન આવે
એવું બને કાંઇ વ્રજમાં, ઓધવજી
રાધા બોલાવે અને કાનો ન આવે
એવું બને કાંઇ વ્રજમાં, ઓધવજી
જૂવે ગોકુળિયું ગામ, લખું ક્હાનાનું નામ
ગોકુળિયું ગામ, લખું ક્હાનાનું નામ
કાંઠાની રજમાં , ઓધવજી
કાંઠાની રજમાં , ઓધવજી - રાધા બોલાવે...
પૂનમની આવી રાત,મોકળી મેલી જાત
થાય નહીં એનું પરભાત રે
આભલામાં ચાંદલો છે, ઘેલો મારો માંયલો છે
ચૂંદડીમાં તારલાની ભાત રે - રાધા બોલાવે...
સજ્યો શણગાર ખાસ, સંગાથે રમું રાસ
આવ હવે આવ મારી પાસ રે
ઢોલ તણા બોલ જાણે, દઇ રહ્યા કોલ આજે
રેલે કદંબની સુવાસ રે - રાધા બોલાવે...
મોરપીંછ જોઉં ને રાધાની ઓઢણી રહી રહીને આવે છે યાદ
રાધા વિનાનો આ ક્હાનો તે હોય ઓધા
રોકે ના સોનાનો સાદ
રંગોની સંગ સંગ આવું ઉમંગભેર
રાધા, તું જોજે મારી વાટ
સંગ સંગ રંગભર રાસે રમીશું આજ
પડવા નહીં દઇએ પ્રભાત
રમું રંગ રંગ સંગ સંગ રાસ