આજ સ્વરૂપે શોભતું
આજ સ્વરૂપે શોભતું આભ રે
ખીલી સ્વરૂપ દાદા પૂર્ણિમા
એનો ઝળહળ પ્રજ્ઞ પ્રકાશ રે
હૈયે ભાવજો સ્વરૂપ પૂર્ણિમા
એની શીતળતાનો પ્રભાવ જો
મહીં ટાઢું ને ટપ ગુરુ પૂર્ણિમા
બીજ અમ્મારી યે લાગે પૂનમ રે
નિજાનંદી લહેર દાદા પૂર્ણિમા
ભાવ ઉદધિ ઉછળે ઉરમાં રે
સ્વરૂપી જુવાળ દાદા પૂર્ણિમા
જુદા પુરુષ અને પ્રકૃતિ જણાય રે
નિશ્ચય ને વ્યવહાર ગુરુ પૂર્ણિમા
જોઈ જાણ્યે પ્રકૃતિ વિલાય રે
સહજતા એ મોક્ષ દાદા પૂર્ણિમા
ચાર કષાયોના વાદળ વિખરાય રે
ખીલે શુદ્ધ સ્વરૂપ જ્ઞાન પૂર્ણિમા
રહે દર્શનમાં કંઈક છે કંઈક છે
આ છે ડિસાઈડડ દાદા પૂર્ણિમા
જ્ઞેય જ્ઞાતાના ભેદ સમજાય રે
સ્વ સત્તાની જાણ ગુરુ પૂર્ણિમા.
જ્ઞાન મળતાં થયાં વીતદ્વેષ રે
થઈ જાશું વીતરાગ દાદા પૂર્ણિમા
શુદ્ધાત્મા તો છે શબ્દાવલંબન
થયે નિરાવલંબન જ્ઞાન પૂર્ણિમા
હું બાવો અને મંગળદાસ રે
ત્રેખડ કરો તોડ દાદા પૂર્ણિમા
આજ સ્વરૂપે શોભતું આભ રે
ખીલી સ્વરૂપ દાદા પૂર્ણિમા