અવર્ણનીય નિ:શબ્દ હા
અવક્તવ્ય જે આત્મા હા
અવર્ણનીય નિ:શબ્દ હા
અવક્તવ્ય જે આત્મા હા હા
એનું વર્ણન શીદને થાય હોય કોના એવા ગજા
સાકર ગળી છે કહેતા હોય પણ ગળપણ ના કળાય
એમ આત્મા આનંદનો ધોધ એ કેમ કરીને મનાય
દાદાએ સ્વરૂપ ઓળખાવ્યું કર્મો અનંત ભસ્મ કરી
દાદાએ સ્વરૂપ ઓળખાવ્યું કર્મો અનંત ભસ્મ કરી
વર્ણન થાય જેનું કદી ના અનુભવમાં એને લાવી
ની સા ગા રે ગા રે સા
ની સા ગા રે મા ગા રે ગા સા
હા હા
શાસ્ત્રો જાણે જ્ઞાની એમ માને લોક દુનિયાના
પણ શાસ્ત્રજ્ઞાની ને આત્મજ્ઞાનીમાં ભેદ આકાશ પાતાળના
પણ શાસ્ત્રજ્ઞાની ને આત્મજ્ઞાનીમાં ભેદ આકાશ પાતાળના
શાસ્ત્રજ્ઞાની અધવચ્ચે પોતે ચાલે રસ્તામાં
આત્મજ્ઞાનીઓ આત્માને સંપૂર્ણ અનુભવનારા
આત્મજ્ઞાનીઓ આત્માને સંપૂર્ણ અનુભવનારા
હજારો વર્ષે એક પાકે જ્ઞાની પુરુષ વીતરાગી
એમાંય દસ લાખ વર્ષે પાકે અક્રમ વિજ્ઞાની
એવા અક્રમ જ્ઞાની દાદાને નમસ્કાર હો અમારા દિલથી નમસ્કાર હો
નમસ્કાર હો અમારા દિલથી નમસ્કાર હો
આપનો વાસ શ્વાસોશ્વાસમાં બસ માગું બીજું ના કદી
દાદા ઓ દાદા દાદા ઓ દાદા
દાદા ઓ દાદા દાદા ઓ દાદા
દાદા મારા દાદા