ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

મહાવિદેહ ક્ષેત્રે સ્થાપો સીમંધર સ્વામી રે

સાત્યકીના જાયા શ્રેયાંસ નંદન દાદાની સાક્ષીએ સ્વીકારો વંદન

ભવની ભટકામણ ટાળો સીમંધર સ્વામી રે
ભવની ભટકામણ ટાળો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
પુંડરગીરીના રાજેન્દ્ર રાજન રૂકમણી કંથા ભવભય ભંજન

અસીમ કૃપા વરસાવો સીમંધર સ્વામી રે
અસીમ કૃપા વરસાવો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
અબુધ અજ્ઞાની કાંઈ ન જાણું દાદાની આજ્ઞાનું એક જ ગાણું

મોક્ષ મહાદ્વાર ખોલો સીમંધર સ્વામી રે
મોક્ષ મહાદ્વાર ખોલો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
દાદાએ બેસાડ્યા મોક્ષની લિફ્ટમાં અંતિમ સત્તા હવે આપના હાથમાં

સિદ્ધસ્થાનકે સ્થાપો સીમંધર સ્વામી રે
સિદ્ધસ્થાનકે સ્થાપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
વર્તમાને આપ છો એક જ ઉપકારી અરિહંત જિનેશ્વર ભરતાનુબંધી

કેવળ જ્ઞાન જ પ્રગટાવો સીમંધર સ્વામી રે
કેવળ જ્ઞાન જ પ્રગટાવો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
પાંચાંગુલી પદ્માવતી સહાય કરજો ચાંદ્રાયણ યક્ષદેવ સંગાથ રહેજો

સંસારી વિઘ્ન સહુ ટાળો સીમંધર સ્વામી રે
સંસારી વિઘ્ન સહુ ટાળો સીમંધર સ્વામી રે
દાદા દિક્ષિત આવ્યો સીમંધર સ્વામી રે
મોક્ષ અભિલાષી આવ્યો સીમંધર સ્વામી રે