દાદાની કૃપા તારી જોડે
દાદા કૃપા છે તારી જોડે અંતરમાં શુદ્ધ સ્થાનક ખોળે
હું જાગુ તું પોઢીલે હું જાગુ તું પોઢીલે (૨)
તુજ નહીં તે જ નહીં આખો જમાનો ભળકે બળે ત્રિવિધ તાપે
જેમ છે તેમ જોયુ નથી અજ્ઞદશાના ભાવમરણ ભવોભવના
તરણતારણ તારે તને દષ્ટિ માત્ર સત સમયની અંતરમાં
તારા ત્રિકરણ થકી કીંચીતમાત્ર દુઃખ ન હો કોઇ જીવને
ભાવાતીતમ હુ બેઠો જોતો રહ્યો તને અહીંસક મહામીતને
મહાવિદેહે આનો સાર છે જ્ઞાનીના વચનનો રણકાર અંતરમાં
ઘડીઘડી ચઢ પડી વહી રહ્યો આ સંયોગ મુક્ત દશાનો
પર સતે ઉકલતુ વિશ્વ દર્શન સ્વ સતે સ્વાનુભવન
આજ્ઞાપાલનુ વચનામૃત ખોબે ખોબે તૃપ્તીથી પી તું અંતરમાં
કીંચીતમાત્ર કોઇ પલે કલેશીત થવા જેવું જગ નથી મારા વીર રે
તારું માત્ર સામે આવ્યું તારાથી ઉકલે સામો નથી ક્યાયે દોષીત રે
રાઇ માત્ર વધઘટ થાય ના કહ્યુ શ્રી વિતરાગ પ્રભુએ અંતરમાં
નિદિધ્યાસે નાહી લે ઓ મહાપુણ્યોભવી કૃપા છે આ અખૂટ ધોધની
તારા પુરુષાર્થને હું પગે લાગુ અનન્ય પ્રેમથી ભેટું
મહામંગલ મુક્તિ માર્ગે મુનિપણું અભેદીનું અંતરમાં
ચરણવિધી દીવ્યચક્ષુ ચરણાર્વીંદમાં મહા હુંફ સ્વક્ષેત્રમાં
વિતરાગી વિધીના પરીણામો અલૌક્કિ સ્વ પર્યાયી
કલ્યાણોનું કલ્યાણકારી દાદાનું જ આપણું આમાં અંતરમાં