દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
વર્તે ત્રિવિધ તાપના ભડકા ભડ ભડ ભડ બાળે ત્યાંથી કોણ ઉગારે
દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
ત્રિવિધ તાપમાં સૌ સપડાયા
ત્રિવિધ તાપમાં સૌ સપડાયા
અજ્ઞાનના બંધનમાં ફસાયા
અજ્ઞાનના બંધનમાં ફસાયા
હો હો હો હો
મુક્ત પુરુષની જ ઓળખ આપી બંધન કાપી દેતા એવા મોક્ષના દાતા
મુક્ત પુરુષની જ ઓળખ આપી બંધન કાપી દેતા એવા મોક્ષના દાતા
બોલો બોલો કોણ
આપણા દાદા
દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
શિલ્પી કંડારે મૂર્તિ પથ્થરમાંથી
શિલ્પી કંડારે મૂર્તિ પથ્થરમાંથી
જ્ઞાની બનાવે મહાત્મા માનવમાંથી
જ્ઞાની બનાવે મહાત્મા માનવમાંથી
હો હો હો હો
સંસારી વૈભાવની વચ્ચે વીતરાગી બનાવે એવા સ્વરૂપ દાતા
સંસારી વૈભાવની વચ્ચે વીતરાગી બનાવે એવા સ્વરૂપ દાતા
બોલો કોણ
આપણા દાદા
દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
આત્માને પામવા શાસ્ત્રોમાં ભમતા
આત્માને પામવા શાસ્ત્રોમાં ભમતા
જપ તપ વિધિમાં લોકો અટવાતા
જપ તપ વિધિમાં લોકો અટવાતા
હો હો હો હો
જ્ઞાનવિધિથી એક ઘડીમાં આત્મા પ્રાપ્ત કરાવે એ શુદ્ધાત્મા દાતા
જ્ઞાનવિધિથી એક ઘડીમાં આત્મા પ્રાપ્ત કરાવે એ શુદ્ધાત્મા દાતા
બોલો બોલો કોણ
આપણા દાદા
દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
એક સભા એવી નિરાળી લાગે
એક સભા એવી નિરાળી લાગે
લેક્ચરબાજી નહીં પ્રશ્નોત્તરી ચાલે
લેક્ચરબાજી નહીં પ્રશ્નોત્તરી ચાલે
હો હો હો હો
સમાધાન કરાવી સૌની ભ્રાંતિ ટાળી દેતા એ સત્સંગ પ્રણેતા
સમાધાન કરાવી સૌની ભ્રાંતિ ટાળી દેતા એ સત્સંગ પ્રણેતા
બોલો બોલો કોણ
આપણા દાદા
દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
આલોચના પ્રતિક્રમણથી વેર ભૂલે છે
આલોચના પ્રતિક્રમણથી વેર ભૂલે છે
માફી માંગી માફ કરીને હૈયું હળવું કરે છે
માફી માંગી માફ કરીને હૈયું હળવું કરે છે
હો હો હો હો
શુદ્ધ પ્રેમથી સૌ જીવોમાં અભેદતા પ્રગટાવતા કેશ બેંક વિધાતા
શુદ્ધ પ્રેમથી સૌ જીવોમાં અભેદતા પ્રગટાવતા કેશ બેંક વિધાતા
બોલો બોલો કોણ
આપણા દાદા
દુનિયાની આ ભૂલ ભૂલૈયા ભવોભવ ભટકાવે
રસ્તો કોણ બતાવે
સામાને દુ:ખ આપી હૈયું જ્યારે રડે છે
સામાને દુ:ખ આપી હૈયું જ્યારે રડે છે
ઊંડા ઊતરતા નિજના દોષ જડે છે
ઊંડા ઊતરતા નિજના દોષ જડે છે
હો હો હો હો
સૌની ભૂલો ભાંગી ભક્ત નહીં ભગવાન બનાવે એવા સાક્ષાત ભગવાન
સૌની ભૂલો ભાંગી ભક્ત નહીં ભગવાન બનાવે એવા સાક્ષાત ભગવાન
હાથ ઝાલીને મોક્ષની અક્રમ એક્સપ્રેસમાં બેસાડે એવા તારણહારા
આપણા સૌના દુલારા સૌના દિલમાં રહેનારા
હાથ ઝાલીને મોક્ષની અક્રમ એક્સપ્રેસમાં બેસાડે એવા તારણહારા
આપણા સૌના દુલારા સૌના દિલમાં રહેનારા
કોટિ કોટિ વંદન કોટિ કોટિ કોટિ વંદન દાદા કોટિ વંદન
કોટિ કોટિ વંદન કોટિ કોટિ કોટિ વંદન દાદા કોટિ વંદન
કોટિ કોટિ વંદન કોટિ કોટિ કોટિ વંદન દાદા કોટિ વંદન
કોટિ કોટિ વંદન કોટિ કોટિ કોટિ વંદન દાદા કોટિ વંદન