હું કોણ છું ની અનંતકાળથી શોધ
હું કોણ છું ની અનંતકાળથી શોધ
હું કોણ છું ની અનંતકાળથી શોધ
ફાંફા મહેનત કષ્ટનો કર્યો ધોધ
ફાંફા મહેનત કષ્ટનો કર્યો ધોધ
ન પડ્યું ઠેકાણું ને રઝળાણું અપાર
કેમ કરી ઉકલે એ પ્રશ્ન ચકચાર
ન પડ્યું ઠેકાણું ને રઝળાણું અપાર
કેમ કરી ઉકલે એ પ્રશ્ન ચકચાર
કળિ અમાસે સૂર્ય આશ્ચર્ય અગિયાર
કલાકમાં મોક્ષ અક્રમ મચાવે હાહાકાર
હું કોણ છું ની અનંતકાળથી શોધ
ફાંફા મહેનત કષ્ટનો કર્યો ધોધ
હૃદયમાં હતું તે નીકળ્યું સને અઠ્ઠાવને
સુરતના સ્ટેશને બાંકડે પ્રગટ્યું શુક્લધ્યાને
હૃદયમાં હતું તે નીકળ્યું સને અઠ્ઠાવને
સુરતના સ્ટેશને બાંકડે પ્રગટ્યું શુક્લધ્યાને
ન ભૂતો ન ભવિષ્યે પ્રગટ્યું વિજ્ઞાન
આત્મ અનાત્માને પાડે છૂટું ભેદવિજ્ઞાન
હું કોણ છું ની અનંતકાળથી શોધ
ફાંફા મહેનત કષ્ટનો કર્યો ધોધ
સો મી દાદાવાણી અજાયબી જ્ઞાન તણી
વાંચતા જ વાળે આત્મજ્ઞાન ભણી
સો મી દાદાવાણી અજાયબી જ્ઞાન તણી
વાંચતા જ વાળે આત્મજ્ઞાન ભણી
દાદાવાણી થી વહ્યું જે આત્મવિજ્ઞાન
સમર્પણ જગને પામો એ ભેદ નુ જ્ઞાન
હું કોણ છું ની અનંતકાળથી શોધ
ફાંફા મહેનત કષ્ટનો કર્યો ધોધ
ફાંફા મહેનત કષ્ટનો કર્યો ધોધ
ફાંફા મહેનત કષ્ટનો કર્યો ધોધ