હે હે
ગોકુળની ગલીઓમાં યમુનાની લહેરોમાં
અરે ગોકુળની ગલીઓમાં યમુનાની લહેરોમાં
ચારેકોર એના નામે જયકારા થાય છે
વાયુમાં વાદળમાં ફૂલોમાં પાંદળમાં
જ્યાં જુઓ ત્યાં એનું નામ સંભળાય છે
જ્યાં જુઓ ત્યાં એનું નામ સંભળાય છે
પંખીના કલરવમાં પશુઓના પગરવમાં
માટીના કણ કણમાં આજ થનગનાટ છે
નંદજીના આંગણમાં યશોદાના પાલવમાં
જુઓ જુઓ આજ નવો ચહેરો દેખાય છે
જુઓ જુઓ આજ નવો ચહેરો દેખાય છે
જુઓ જુઓ આજ નવો ચહેરો દેખાય છે
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
યશોદાનો હરખ ના માયો રે
યશોદાનો હરખ ના માયો રે
શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો શ્યામ છે વર્ણ અને કેશ ઘૂંઘરાળા
ભાલે તિલક સોહે કંઠે છે માળા
શ્યામ છે વર્ણ અને કેશ ઘૂંઘરાળા
ભાલે તિલક સોહે કંઠે છે માળા
મોર મુકુટ શિરે સજાયો રે
મોર મુકુટ શિરે સજાયો રે
યશોદાનંદ લાલ ઘેરે પધાર્યા
યશોદાનંદ લાલ ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
દેવકીના લાલ પર યશોદાને વ્હાલ છે
હો દેવકીના લાલ પર યશોદાને વ્હાલ છે
ગોકુળિયા ગામમાં સૌ ખુશહાલ છે
ગોકુળિયા ગામમાં સૌ ખુશહાલ છે
હે હૈયું હરિમાં આજ રંગાયું રે
હૈયું હરિમાં આજ રંગાયું રે
દેવકીનંદલાલ ઘેરે પધાર્યા
દેવકીનંદલાલ ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
યશોદાનો હરખ ના માયો રે
યશોદાનો હરખ ના માયો રે
શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હો નંદનો આનંદ ના સમાયો રે શ્યામ ઘેરે પધાર્યા ઘેરે પધાર્યા
હોઠો પર સ્મિત છે હૈયામાં પ્રીત છે
એના શ્યામ રંગે રંગાયું મારું ચિત્ત છે
એકવાર જોયા પછી કદી ના ભૂલાય એવું
કાનુડાની કામણગારી આંખોનું તેજ છે
દેખાય છે બાળ પણ લાગે તારણહાર એવો
પારણામાં પોઢેલા લાલાનો પ્રતાપ છે
નંદ ઘેર આનંદ ભયો ગોકુળમાં ભવ્ય એવો
કાન્હાના જન્મનો ઉત્સવ ઊજવાય છે
કાન્હાના જન્મનો ઉત્સવ ઊજવાય છે
કાન્હાના જન્મનો ઉત્સવ ઊજવાય છે
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી