પ્રેમ સ્વરૂપ તમને કહીને
પ્રેમ સ્વરૂપ તમને કહીને પ્રેમ સ્વરૂપ નિહાળું (૨)
કોટી વંદન જ્ઞાનેશ્વરીને કોટી વંદન સરસ્વતીને વાત્સલ્ય સમજાયું પ્રેમ સ્વરૂપ
કોમળતાનો આ મૂળ સ્વ સ્પર્શ જેણે નથી હજુ ચાખ્યો
તેમને માટે ઓ મહાશક્તિ ધરી રાખો હજુ મા ને
વહી જતા આ કળજગમાં (૨) આવા પુણ્યૈ ઓછા કોટી વંદન
તરીને તરાવ્યો તરતા શીખવી કેવી કૃપા આ હસ્તીની
પ્રત્યક્ષ બોધ પ્રેમથી પીરસીને સાગરસમ ગોદ ખોલી
શુદ્ધ વ્યવહારીના અનંત ફૂલો (૨) વરસી રહ્યાં આ માર્ગે કોટી વંદન
મા શબ્દની નવી વ્યાખ્યા જગના ચરણે ધરી
નિદિધ્યાસન આ શક્તિનું લાખો હૃદયમાં રમતું
અક્રમ વિજ્ઞાનીના ચરણોમાં રહીને (૨) અક્રમ સિદ્ધિ સ્થાપી કોટી વંદન
પરમ વિનયનો કોમળ પંથ જો કેવો પ્રકાશીત સામે
સંગમેશ્વરની દેશના ઝીલી વ્હાલથી મો માં મૂકી
એક એક વાક્યો અનુભવીના (૨) પુષ્ટી મહીંથી આપે કોટી વંદન
સહેજે ઉપજતું સહેજે વસતું મા તારું આવું દર્શન
દૂરદર્શનથી નેત્રો જેના જગાડે મ્હાયલાને
રોમે રોમમાં જેની સ્ફૂરણા (૨) તેની સિદ્ધ જાણી કોટી વંદન