પ્રેમથી રહેજો સહુ સંગાથ
પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ
પ્રેમથી રહેજો સહુ સંગાથ
પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ
દિલડું ચોખ્ખું નિર્મળ આંખ
મનડું મોટું વદને હાસ્ય
ઘાટ વગરનો શુદ્ધ વ્યવહાર
કોઈથી અંતરપટ ના લગાર
આજ્ઞામાં રહેજો દિવસરાત
પ્રેમથી રહેજો સહુ સંગાથ
આ જગમાં સહુ મારાં છે
યા તો ન કોઈ મારું થનાર
નહીં અપેક્ષા ના અભિપ્રાય
નહીં કોઈથી જરા જુદાઈ
નિજ સ્વરૂપ છે જીવ તમામ
પ્રેમથી રહેજો સહુ સંગાથ
ના કોઈ દેશી ના એન આર આઈ
બાપ ના બેટા ના કોઈ ભાઈ
ના કોઈ હસબન્ડ નહિ લુગાઈ
વ્યવહારે સૌ ફાઈલ હી ફાઈલ
શુદ્ધ સ્વરૂપે સૌ સમાન
પ્રેમથી રહેજો સહુ સંગાથ
સંયોગાધીન ભમરડા જાણ
આસક્તિમાં સહું રમાડ
દાદા ભગવાન પ્રેમઅવતાર
ક્ષાયક સમકિત પ્રેમાધાર
પ્રેમથી મુક્તિ મોક્ષ પ્રયાણ
પ્રેમથી રહેજો સહુ સંગાથ
વધે ઘટે એ પ્રેમ ન હોય
અઘટ અંતર પ્રેમ જ સોય
શુદ્ધ પ્રેમ પરમાત્મા જાણ
દાદા પ્રગટ પ્રેમાત્મા જાણ
પ્રેમ થકી છે જગ કલ્યાણ
પ્રેમથી રહેજો સહુ સંગાથ
પ્રેમથી રહેજો સહુ સંગાથ
પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ
પ્રેમથી રહેજો સહુ સંગાથ
પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ
પ્રેમથી રહેજો પ્રોમિસ