સરસ્વતી દેવી આપ અમારી
સરસ્વતી દેવી આપ અમારી વિદ્યાની દેનારી (૨)
માગું હું આપની પાસે માતા પ્રેમલ મધુરી વાણી (૨)
વાણીનો દુરૂપયોગ જયાં કર્યો જૂઠ અસત્ય પ્રપંચથી
સરસ્વતી માતા ક્ષમા દયો અમને ફરી ભૂલ એવી ના કરીએ
હે શારદામાતા સન્મુખે ઉચ્ચારાવો સવળી વાણી
હે શારદામાતા સન્મુખે ઉચ્ચારાવો સવળી વાણી
માગું હું આપની પાસે માતા પ્રેમલ મધુરી વાણી (૨)
હાંસી ઉડાવી કરી મશ્કરી જોખમ એમાં ભારી
એ જીવમાં ભગવાન બિરાજે છૂટીએ માફી માંગી
આપનાં કાયદા પાળીને માતા કરીએ તમને રાજી
આપનાં કાયદા પાળીને માતા કરીએ તમને રાજી
માગું હું આપની પાસે માતા પ્રેમલ મધુરી વાણી (૨)
પ્રત્યક્ષ છે આ સરસ્વતી માલિકી વગરની વાણી
કાઢી નાખશે કામ વિશ્વનું લાખો હૃદયને જગાવી
અહો ગજબ વીતરાગી દાદા નમું હું વારી વારી
અહો ગજબ વીતરાગી દાદા નમું હું વારી વારી
માગું હું આપની પાસે દાદા મીઠી મધુરી વાણી
સરસ્વતી દેવી આપ અમારી વિદ્યાની દેનારી (૨)
માગું હું આપની પાસે માતા પ્રેમલ મધુરી વાણી (૪)