સર્વસ્વ અમારું અર્પણ છે
સર્વસ્વ અમારું અર્પણ છે
ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં
આધ્યાત્મિક આનંદ પરમાનંદ
આ પરમહંસનાં સત્સંગમાં સુચરણોમાં સર્વસ્વ
મન વચન કાયા છાયા માયાના ભાવ નો દ્રવ્ય કરમ
સ્વીકારો ભ્રાંતિ બાળકની
અનન્ય શરણ દ્યો ભવરણમાં સર્વસ્વ
જ્ઞાનામૃતનાં મોતી ચૂગે હંસા માન સરોવરમાં
સત્યમ્ શિવમ્ ને સુંદરમ્ ની
આ દિવ્ય ચક્ષુ ની જ્યોતિમાં સર્વસ્વ
સૂરજનું કેવું તર્પણ છે ચંદાનાં શીતળ કિરણોમાં
સમભાવે નિકાલ કરો
ઘટમાળ ઊઠે જે અંતરમાં સર્વસ્વ
રાત દિવસ સંધ્યા ઉષા કેવાં અદ્ભુત છે નિયમમાં
ભરતી ઓટ મન સાગરની
નિશ્ચિત ને વ્યવસ્થિત માં સર્વસ્વ
જીવન ભલે એક દર્શન હો પણ આતમ્ શાશ્વત દર્પણ છે
વ્યવહાર ભલે હો કોટિ સંગ
પણ નિશ્ચય કેવળ ભગવન્માં સર્વસ્વ
મૂઢ આત્મા નો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્મા ને જગાડે છે
અપૂર્વ અગોચર ને ઉલ્લસિત
ઝળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ
અક્રમ ની અણદીઠ કેડીથી જે મોક્ષદ્વાર ઉઘાડે છે
પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ
આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ