[ Featuring Nayna Thakor ]
હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા
મને એકલી મેલી રે વાલમજી
હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા
મને એકલી મેલી રે વાલમજી
હે ગોરલ મારી કરમે લખાણ લેખ આવા
કોને દોષ દેવા રે પાટલડી
હે ગમશે નહીં ગામ મા મારુ લાગશે નહીં મન
જીવ થી વાલા જીવ સો મારા તન મન ધન
હે ગોરલ મારી આટલી ઉદાસ મત થાજે
મુખલડે મલકાજે રે પાટલડી
હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા
મને એકલી મેલી રે વાલમજી
હો જોયાતા સપના પિયુ ભેળા રે રેવાના
નતી ખબર કે નોખા પડવાના
હે હો હો નથી પરદેશ મા કાયમ રેવાનાં
રુપિયા રડી ઘેર પાછાં રે આવાના
હો જો જો પિયુ થાય નહિ જીવન મારુ ઝેર
એટલું મને કેતા જાજો આવશો ક્યારે ઘેર
હે ગોરલ મારી કોને કીધુ મેલી જવશુ
તને હારે લઈને જવશુ રે પાટલડી
હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા
મને હારે લઈ જાજો રે વાલમજી
હો મન ના મહેકી ઉઠયા રે ફૂલડાં
વાતો હોમ્ભળીને રાજી થયા રે દલડાં
હો મારો જીવ સે અંતર નો આત્મા
હાચવી રાખુ તને મારા રે દિલમા
હે દરિયા જેવુ દિલ સે પિયુ દિલ ના દિલદાર
પરભવ ની પુનઈ એ મલ્યો હાચો પ્યાર
હે ગોરલ મારી હેંડો તૈયાર થઈ જાજો
ગાડી મા બેહી જાજો રે પાટલડી
હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા
મને હારે લઈ જાજો રે વાલમજી