બેના મારી જિંદગી તું જીવ મારો તુજથી હસ્તી રમતી રાખે કાનો ભલે પ્રાણ માંગે મુજથી તારી ખાતિર દુનિયા હારું ભલે શ્વાસ છૂટે ખુદથી
બેના મારી લાડકવાયી સોના થી એ તું સવાયી બેના રે હો મારી બેના રે
તારા તોફાનો થકી તો દિવસ મારો ઉગતો શામ શીતળ તારી હાંસીથી સુરજ મારો ઢળતો તારી મીઠી વાતો જેવો તો મેહુલો ના વરસતો
બેના મારી લાડકવાયી સોના થી એ તું સવાયી બેના રે હો મારી બેના રે
તારા હાથે લક્ષ્મી વસ્તી દેવી નો તું અવતાર તારી આંખે આંસુ આવે તો ડૂબ્યું મારુ જીવતર તારા કાજે પ્રેમ શીખ્યો હું તું જ મારુ ભણતર
બેના મારી લાડકવાયી સોના થી એ તું સવાયી બેના રે હો મારી બેના રે