આંખો માં
વાતો માં
શ્વાસોમાં
અહેસાસો માં
મારી આંખોમાં તું
મારી વાતોમાં તું
મારા શ્વાસોમાં તું
અહેસાસોમાં તું
હું છું તારી, તું છે મારો
હું છું તારી, તું છે મારો
જીવનભરનો આ સથવારો
જીવનભરનો આ સથવારો
હું છું તારી, તું છે મારો...
તારી આંખોમાં જોઉં ત્યારે એવો થાય ભાસ
દિલમાં અહેસાસ કંઈ એવો થાય ખાસ
તારા વગર જીવન આ હોય જ નહી
જેમ દીવા વગર દિવાળી હોય જ નહી
સાત સમંદર પાર જવું છે
ગગન ગોખે તાર થવું છે
એકબીજામાં વસતા જઈએ
કારણ વગર વરસતા જઈએ
ખળ ખળ વહેતું ઝરણું
પ્રેમનું તરતું એક જ તરણું, એક જ તરણું પ્રેમનું તરતું એક જ તરણું
ભવભવના બંધનને બાંધી એકબીજામાં ધબકી લઈએ
પ્રેમ પતંગ જો ચડી આકાશે, ડોર ભરોસાની કદી ન કપાશે
જીવન જીવીએ જાણે ઉત્સવ, પ્રેમ જાણે એક મહોત્સવ
મહોત્સવ એક મહોત્સવ
તારી માટે વીતેલો
તારી સાથે વીતેલો સંગાથ લાગે બહુ વ્હાલો
તારી માટે વીતેલો
તારી સાથે વીતેલો સંગાથ લાગે બહુ વ્હાલો
કોડ ઘણાને વ્હાલ છલોછલ
પ્રેમ છે મારો સાવજ ન્યારો
પ્રેમ છે મારો સાવજ ન્યારો
હું છું તારી, તું છે મારો
હું છું તારી, તું છે મારો
તારા વિનાની જિંદગી મારી, ખાલીખમ લાગે સાલી
જાંજવાના જળ જેવી વેરાન રણ જેવી,
રણ જેવી (જાંજવાના જળ જેવી, વેરાન રણ જેવી)
રણ જેવી, વેરાન રણ
જાણે પ્રાણ વગરનું તન
ઉમંગ વગરનું મન
પંખી વિના ગગન
ભક્તિ વિના ભજન
જેમ સ્મિત વિના તસ્વીર
દિલ વિના અમીર
મતિ વગરનાં શીર
સાવજ વગરના ગીર જેવી
ગીર જેવી
સાવજ વગરના ગીર
જાણે સીયા વગરના રામ, ને રાધા વગરના શ્યામ
જાણે સીયા વગરના રામ, ને રાધા વગરના શ્યામ
જીવનભરનો આ સથવારો
હું છું તારી...